ચાલો ને સંતો દર્શને જઈએ,
દેવળ વિના એક દેવ રે.. વાજા વાગે છે...
વાજા વાગે ને અનહદ સાંભળે,
મૂરત-સૂરત કરે સેવ રે.. વાજા વાગે છે...
સોળ-સોળ ગોપીયો ગોરસ મેલી,
રમે વ્હાલા સાથે રાસ રે.. વાજા વાગે છે...
રમતાં-રમતાં રજની વીતી,
થયો અખંડ પ્રકાશ રે.. વાજા વાગે છે...
તે રે સમય નાં સુ:ખ બહુ સાંભળે,
ક્યા જઈ ને કરીએ વાત રે.. વાજા વાગે છે...
ભૂલી રે ભ્રમણા તું શું ભમે છે,
પિયુ વસે તારી પાસ રે, વાજા વાગે છે...
અંબારામ કહે નિરગુણી નાથ નો,
રૂદિયે રાખો વિશ્વાસ રે.. વાજા વાગે છે...
ચાલો ને સંતો દર્શને જઈએ,
No comments:
Post a Comment