Man tu Alagayu te kya athday... bijo nathi bolto...
મન તું અળગું તે ક્યા અથડાય.. બીજો નથી બોલતો...
મન તું દરિયાની લહેરી સમાન છે,
લહેરી સમતા સમુદ્ર દેખાય.. બીજો નથી બોલતો...
તું તો જાગીને જોને તારા રૂપ ને,
ખોળી જોતા માં તુજ ખોવાય.. બીજો નથી બોલતો...
તારા ઓથે હરિ ને નથી દેખતો,
કુંડળ ઓથે જેમ કનક ઢંકાય.. બીજો નથી બોલતો...
તારા ઠેકાણે હરિને ઠેરાવજે,
એવું સમજે તો મહાસુખ થાય.. બીજો નથી બોલતો...
કહે પ્રીતમ એવા પુરુષ ને,
હું તો લળી-લળી લાગું છું પાય.. બોજો નથી બોલતો...
મન તું અળગું તે ક્યા અથડાય.. બીજો નથી બોલતો
No comments:
Post a Comment