Tuesday, January 14, 2020

Papiyo pavan thyi jay,santo na sang ma પાપિયો પાવન થઇ જાય, સંતો ના સંગ માં

Papiyo pavan thyi jay,santo na sang ma 

પાપિયો પાવન થઇ જાય, સંતો ના સંગ માં
જીવન સફળ થઇ જાય.. સંતો નાં સંગ માં...

માનવ જીવન નો મર્મ સમજાશે,
અંતર નું અભિમાન જ ટળશે,
ત્રિવિધિનાં તાપ ટળી જાય.. સંતો નાં સંગ માં...

અજ્ઞાન નું અંધારું ટળશે,
જ્ઞાન તણો દીપક પ્રગટશે,
મોક્ષ નું સાધન મળી જાય.. સંતો ના સંગમાં...

જીવ ઈશ્વરની એકતા કરાવશે,
આત્માં પરમાત્મા સ્વરૂપ સમજાશે,
નિજાનંદ  આંનંદ મળી જાય.. સંતો સંગ માં...
               
ગુરુ ખુશાલદાસ દયા રે કરશે,
દાસ કેશવ નું અજ્ઞાન ટળશે,
ગુરુજી નાં ગુણલા ગવાય..સંતો ના સંગ માં...
Gujarati Santvani Lyrics Android App Download











Monday, January 13, 2020

Mara Aangania ajvalu re મારા આંગણીએ અજવાળું રે

Mara Aangania ajvalu re



મારા આંગણીએ અજવાળું રે,
રૂડુ હદય સિંહાસન ઢાળું રે,
ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....

સાચી મુર્તી ગુરુજીની જોઈ રે,
આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે,
જોઈ આનંદ મૂર્તિ માં મોહી,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....

પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે,
ચરણ રજ માં શીશ નમાવું રે,
ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....

મેંતો અંતર પટને ઉઘાડયું રે,
વહેમ-ભેદ નું કાશળ કાઢ્યું રે,
કામ-ક્રોધ નું મૂળ ઉખાડ્યું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....

ઊંચ-નીચ કઈ નવ જાણું રે,
શત્રુ-મિત્ર નાં ગુણ ને વખાણું રે,
નાત-જાતનું ભેદ ભગાવું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....

ગુરુ આદિ-અનાદિ-અનામી રે,
એતો નામી ને અંતરયામી રે,
જોઈ-જોઈ મહાસુખ પામી રે,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....

મને સદ્દગુરુ સાચા મળીયા રે,
મહા-આનંદી ને મહાબળીયા રે,
દાસ સતાર ના શામળીયા રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મારે આંગણીએ અજવાળું રે....
Gujarati Santvani Lyrics Android App Download













Chalo ne santo darshane jaia ચાલો ને સંતો દર્શને જઈએ,

Chalo ne santo darshane jaia

ચાલો ને સંતો દર્શને જઈએ,
દેવળ વિના એક દેવ રે.. વાજા વાગે છે...

વાજા વાગે ને અનહદ સાંભળે,
મૂરત-સૂરત કરે સેવ રે.. વાજા વાગે છે...

સોળ-સોળ ગોપીયો ગોરસ મેલી,
રમે વ્હાલા સાથે રાસ રે.. વાજા વાગે છે...

રમતાં-રમતાં રજની વીતી,
થયો અખંડ પ્રકાશ રે.. વાજા વાગે છે...

તે રે સમય નાં સુ:ખ બહુ સાંભળે,
ક્યા જઈ ને કરીએ વાત રે.. વાજા વાગે છે...

ભૂલી રે ભ્રમણા તું શું ભમે છે,
પિયુ વસે તારી પાસ રે, વાજા વાગે છે...

અંબારામ કહે નિરગુણી નાથ નો,
રૂદિયે રાખો વિશ્વાસ રે.. વાજા વાગે છે...

ચાલો ને સંતો દર્શને જઈએ,
દેવળ વિના એક દેવ રે.. વાજા વાગે છે...

Gujarati Santvani Lyrics Android App Download
























Sunday, January 12, 2020

Sant kera sarovar ma ame સંત કેરા સરોવર માં અમે,

Sant kera sarovar ma ame


સંત કેરા સરોવર માં અમે,
નિર્મળ મનથી નાહ્યા રે !

તે દાહ્ડા ની હરિવર સાથે,
સગાઇ મારી કરી રે !

સદ્દગુરુ મારા લગન જોવો ને,
મૂહર્ત આપો સારા રે !

સદ્દગુરુ એ મારા લગન જોયાને,
મૂહર્ત આપ્યા સારા રે !

જ્ઞાન રૂપી ઘોડીલા સણગારયાં,
લેની લગામ જાલી રે !

ફૂલેકુંતો ભરવા માંડ્યું,
ચિત્તનાં ચોંરા માય રે !

માયા નાં મંડપ માં અમને,
પ્રેમેં પૂકી લીધા રે !

કામ-ક્રોધ નાં જવ-તલ મેં તો,
ચોંરી માં ઓમી દીધા રે !

કહે કબીરા સુનો ભાઈ સાધુ,
હરિ ને મારગ વાંરયા રે !

સંત કેરા સરોવર માં અમે,
નિર્મળ મનથી નાહ્યા રે !

Gujarati Santvani Lyrics Android App Download










Saturday, January 11, 2020

Balihari gurudev tamne re araj karu chu બલિહારી ગુરુદેવ તમને રે અરજ કરુ છું

Balihari gurudev tamne re araj karu chu  


બલિહારી ગુરુદેવ તમને રે અરજ કરુ છું 
ચારણો માં મુજને રાખો રે પાય પડું છું..

ગુરુજી મારા દયા કરીને દર્શન દેજો,
મને તારી નથી રે લેજો રે.. અરજ કરું છું બલિહારી ગુરુ દેવ...

ગુરુજી મારા દયા કરીને દર્શન આપો,
મારા ભવના બંધન કાપો રે.. અરજ કરું છું બલિહારી ગુરુ દેવ...

ગુરુજી મારા માથે છે પાપ તણો ભારો,
તમે દયા કરી ને ઉતારો રે.. અરજ કરું છું બલિહારી ગુરુ દેવ...

ગુરુજી મારે સંસાર સાગર છે ઊંડો દરિયો,
હું તેમાં જઈને પડ્યો રે.. અરજ કરું છું બલિહારી ગુરુ દેવ...

ગુરુજી મારે સંસાર માં સગું નથી મારે,
આ ઉગારવાને આરે રે.. અરજ કરું છું બલિહારી ગુરૂ  દેવ...

ગુરુજી મારા જયરામ દાસ ગુણલા ગાવે,
મને દાહ્ડે દાહ્ડે દર્શન પાવે રે.. અરજ કરું છું બલિહારી ગુરુ દેવ...
Gujarati Santvani Lyrics Android App Download












Mara snehi sadguru shyam sanmukh rehjo re મારા સ્નેહી સદ્દગુરુ શ્યામ સન્મુખ રેહજો રે..

Mara snehi sadguru shyam sanmukh rehjo re

મારા સ્નેહી સદ્દગુરુ શ્યામ સન્મુખ રેહજો રે..
આવો કળિયુગ આવ્યો ક્રૂર, તેમાંથી તારી લેજો રે,

ગુરુ મારા બાના બીરજની લાજ, રાખોતો રેહશે રે,
તમો ભક્ત વત્સલ ભગવાન, વદી ને વેદ કરે છે રે,

ગુરુ મારા પ્રગટ કરું છું પોકાર, સમરથ સાંભળજો રે,
તમારી ભક્તિ માં પાડે ભંગ, દુષ્ટો ને તમે હણજો રે,

ગુરુ મારા ઘેલા રે હરીજન દે છે દુ:ખ, તેને તમે વાળો રે,
તમે નોધારા નાં છો આધાર, બુડતાની બોય ઝાલો રે,

ગુરુ મારા અમે કાલા ઘેલા કિરતાર, તોય તમારા રે,
તમે આધિ,મધ્ય, ને અંત એક, ગુરુજી અમારા રે,

ગુરુ મારા દાસ મોરાર કહે મહરાજ, પૂર્વ ની પ્રીતે રે,
તમે રેહજો મારા રૂદિયાની માહ્ય, અખંડ અ ટુંટે રે,
અખંડ અ ટુંટે રે...

Gujarati Santvani Lyrics Android App Download






Friday, January 10, 2020

Sakhee sadguru din dayal, samru ek chite re સખી સદ્દગુરુ દીન દયાળ, સમરું એક ચિતે રે,

Sakhee sadguru din dayal, samru ek chite re


સખી સદ્દગુરુ દીન દયાળ, સમરું એક ચિતે રે,
ઓચિંતા નો આવશે કાળ, ઉડી જાઉં અંતે રે...

આ તો પરદેશી પરુંણાલા પ્રાણ, પિંજરિયા માહીં રે,
તેને જાતા નહિ લાગે વાર, સમજ મન માંહી રે...

તું તો જાણે તારા મન માંહી, સરવે મારું રે,
ધોળા દાહ્ડે જઈશ જમ હાથ, એવી સમજણ સારું રે...

તું તો જાતી માયા ને જોઈ, ભરમેં મત ભૂલે રે,
આ તો સ્થાવર જંગમ નાં ફૂલ, ફૂલે ને ઝૂલે રે...

તું તો મૂકી દે માન-ગુમાન, જીવતર માં ભળીએ રે,
ગુરુ મારા ટાળે ત્રિવિધિ નાં તાપ, ચરણ માં વરીએ રે...

આવો રતન પદારથ સાર, આવી તક લાગ્યો રે,
ગંગારામ સમજ ગુરુથી, ભવનો ભય ભાગ્યો રે...
ભવનો ભય ભાગ્યો રે...
Gujarati Santvani Lyrics Android App Download







Thursday, January 9, 2020

Anjayo var varia re.. Saaheli mari અણજાયો વર વરીએ રે.. સાહેલી મારી...

Anjayo var varia re.. Saaheli mari

અણજાયો વર વરીએ રે.. સાહેલી મારી...
સંગ તો સાચા નો કરીયે,
બીજા ની તો પ્રીત નાં કરીયે.. સાહેલી મારી...

સાસરીયા તો એવા કરીએ રે...સાહેલી મારી
ટાઢ નહિ તડકો નહિ, અગ્નિ સરખો ભડકો નહિ,

ચુંદડી તો એવી ઓઢીએ રે...સાહેલી મારી
ફાટે નહિ તૂટે નહિ, રંગ જેનો જાઈ નહિ,

ચૂડલો તો એવો પેહરીયે રે...સાહેલી મારી
ભાગે નહિ તૂટે નહિ, સાંધો જેને હોય નહિ,
રંડાવા નો ભય ભાગ્યો રે...સાહેલી મારી

અનવર જ્ઞાની બોલ્યા વાણી,
પીવો પ્રેમ રસ જાણી-જાણી,

વહાંલીડા ની વાતો જાણી રે....સાહેલી મારી
સાચી મુડી મને જડી રે...સાહેલી મારી...
Gujarati Santvani Lyrics Android App Download









Kathan chot che karami re, maran motera mar કઠણ ચોટ છે કારમી રે, મરણ મોટેરા માર

Kathan chot che karami re, maran motera mar

કઠણ ચોટ છે કારમી રે, મરણ મોટેરા માર
કંઈક રાજા ને કાંઇક રાજીયા, છોડી ચાલ્યા ઘરબાર,
હેતે હરિરસ પીજીએ રે...

સંસાર ધુમાડા નાં બાચકા રે, સાથે આવે નાં કોઈ,
રંગ પતંગ નો ઉડી જશે, હાંરે રહેશે જોનાર કોઈ,
હેતે હરિરસ પીજીએ રે...

કોના છોરું ને કોના વાછોરું, કોના માં અને બાપ,
આમાંથી કોઈ નહિ ઉગરે, જાશે બૂઢાં ને બાળ રે,
હેતે હરિરસ પીજીએ રે...

માળી વીણે રૂડા ફૂલડાં રે, કરે કાળિયો વિચાર રે,
આજનો દિવસ રઢીયામણો હરિ, કાલે આપણા શીદ ભાર રે,
હેતે હરિરસ પીજીએ રે...

મરનાર ને તમે શું રે રુવો છો, નથી રડનાર રેહનાર રે,
જન્મયા એટલા નથી જીવતા, હારે જાશે તેનીય  જણનાર રે,
હેતે હરિરસ પીજીએ રે...

ધીરો રમે રંગ મહેલ માં રે, રમે દિવસ ને રાત,
હું ને મારું મિથ્યા કરો, રમો સદ્દગુરુ ને સાથ,
હેતે હરિરસ પીજીએ રે...
Gujarati Santvani Lyrics Android App Download








Tuesday, January 7, 2020

Man tu Alagayu te kya athday... bijo nathi bolto... મન તું અળગું તે ક્યા અથડાય.. બીજો નથી બોલતો...



Man tu Alagayu te kya athday... bijo nathi bolto...


મન તું અળગું તે ક્યા અથડાય.. બીજો નથી બોલતો...

મન તું દરિયાની લહેરી સમાન છે, 
લહેરી સમતા સમુદ્ર દેખાય.. બીજો નથી બોલતો...

તું તો જાગીને જોને તારા રૂપ ને, 
ખોળી જોતા માં તુજ ખોવાય.. બીજો નથી બોલતો...

તારા ઓથે હરિ ને નથી દેખતો, 
કુંડળ ઓથે જેમ કનક ઢંકાય.. બીજો નથી બોલતો...

તારા ઠેકાણે હરિને ઠેરાવજે, 
એવું સમજે તો મહાસુખ થાય.. બીજો નથી બોલતો...

કહે પ્રીતમ એવા પુરુષ ને, 
હું તો લળી-લળી લાગું છું પાય.. બોજો નથી બોલતો...


મન તું અળગું તે ક્યા અથડાય.. બીજો નથી બોલતો








Monday, January 6, 2020

Pani mai meen piyasee mohi sun sun avat hansi પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.

Pani mai meen piyasee mohi sun sun avat hansi  
પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.

આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી … પાની મેં

જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, તા પર ભંવર નિવાસી,
સો મન બસ ત્રિલોક ભયો હૈ, યતી સતી સંન્યાસી … પાની મેં

જાકો ધ્યાન ધરે વિધિ હરિહર, મુનિજન સહસ અઠાસી,
સો તેરે ઘટમાંહી બિરાજે, પરમ પુરૂષ અવિનાશી … પાની મેં

હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી … પાની મેં
Gujarati Santvani Lyrics Android App Download




Thursday, January 2, 2020

Guru mara anath na cho tame nath, ગુરુ મારા અનાથ ના છો તમે નાથ,

Guru mara anath na cho tame nath


ગુરુ મારા અનાથ ના છો તમે નાથ,
દયાળું દયા લાવો રે..
જાણી સેવક નો પકડો હાથ,
ભવ દુ:ખ થી બચાવો રે..

ગુરુ મારા કથણ કળીયુગ નો છે કેર,
તેમાં અમે રહીએ રે..
અમારી બના ની રાખજો લાજ,
તમારી માયા માં ફસાઈ એ રે..

ગુરુ મારા તમારે સેવક છે અનેક,
મારે તો તમે એકજ રે..
નથી મારા માં એવી સમજ,
નથી વાણી તણો વિવેક રે..

ગુરુ મારા મૂકી ને તો લાજ મરજાદ રે,
કુટુંબ કબીલા છોડ્યા રે..
છોડ્યા સગા સહોદર નો સાથ,
તમે સાથે પ્રીત જોડી રે..

ગુરુ મારા દુરીજન દે છે ઘણા દુ:ખ,
કેટલું અમે સહી એ રે..
મારે નથી તમારા વિના બીજૂ કોઈ,
આ દુ:ખ કોને કહીએ રે..

ગુરુ ખુશાલદાસ મહારાજ,
બાપુ દયા નાં છો બેલી રે..
દાસ કેશવ સર્વે સંતો ના દાસ,
સિંધુ નું એક બિંદુ રે..

સિંધુ નું એક બિંદુ રે..

Gujarati Santvani Lyrics Android App Download










Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...