Tedavo gunpati deva padharo an patji - gunidas Santvani Gujarati lyrics
તેડાવો ગુણપતિ દેવા, પધારો અન પાટજી હે જી
પાટ ની હરી પૂજા લઈ , મારા ગુરૂજી ને જઈશ, બાળા સંકરી
જીરે અન હદ સંકરી હા.....
જીરે ભાઈ તારું નામ છે નિર્વાણ જલપર તારીયા પાસાણ, બાળા સંકરી
કોણ માયલા તંબુ તાણ્યા, કોણ માયલા સ્તંભજી હા.....
હેજી કોણ પુરુષ પાટ બેઠા, કોણે જગવી જ્યોત, બાળા સંકરી
આકાશ માયલા તંબુ તાણ્યા, ને પવન માયલા સ્તંભજી હા.....
હેજી આદ્ય પુરુષ પાટ બેઠા, શિવે જગવી જ્યોત, બાળા સંકરી
જીરે અન હદ સંત જી હા.....
જીરે ભાઈ તારું નામ છે નિર્માણ જલપર તારીયા પાસાણ, બાળા સંકરી
આકાશ માંથી એક દેવી ઉતરી, ને ખપર ખોડા હાથજી હા....
રિજે તેને રાજ આપે, ખીજે તેને ખાય, બાળા સંકરી
પાંચ પાંડવ મુક્તિ માંગેને , મુક્તિ એ નિર્વાણ જી હા....
હેજી ધ્યાન માં ગુણી દાસ બોલ્યા, માન રાખો છોર, બાળા સંકરી
No comments:
Post a Comment