Amara ma avgun re guruji tamara gun ghana re ji - Dasi Jivan Santvani Gujarati lyrics
અમારા માં અવગુણ રે ગુરૂજી તમારા ગુણ ઘણા રે હો જી..
અને ગુરૂજી તમારા ગુણ નો તે ના આવે પાર
એવા અમારા માં અવગુણ રે ગુરૂજી તમારા ગુણ ઘણા રે હો જી..
એવા ગુરૂજી મારા દીવો રે, ગુરૂ મ્હારા દેવતા રે હો જી..
અને ગુરૂજી મારા દેવળ માં રહેલા દેવ રે, એવા અમારા માં અવગુણ રે..
એવા ગુરૂજી મારા ગંગા રે, ગુરૂ મ્હારા ગોમતી રે હો જી..
અને ગુરૂજી મારા કાશી અને કેદાર રે, એવા અમારા માં અવગુણ રે..
એવા ગુરૂજી મારા ચંપો રે, ગુરૂ મ્હારા કેવળો રે હો જી..
અને ગુરૂજી મારા ફુલણમાં એની વાસ રે, એવા અમારા માં અવગુણ રે..
ગુરૂજી મારા ત્રાપો રે, ગુરૂ મ્હારા તુમડા રે હો જી..
અને એરે તુમડીયે ઉતરવા ભવજળ પાર રે,
એવા અમારા માં અવગુણ રે..
એવા જરીડા મેલાવો રે, ગુરૂગમ જ્ઞાનના રે હો જી..
અને એરે જારીડે ઝરણાં તે માય હોલ્યા જાય, એવા અમારા માં અવગુણ રે..
એવા ગુરૂ ના પ્રતાપે રે દાસી જીવણ બોલ્યા રે હો જી..
અને રાખો અમને સંત ચરણોમાં વાસ રે, એવા અમારા માં અવગુણ રે..
- dasi jivan
Aa bhajan khotu che aa bhajan Jethi ram nu che dasi jivan nu nahi
ReplyDeletehttps://www.youtube.com/watch?v=XBYcSzebBr4
DeleteDASI JIVAN BOLE CHHE