Tame premi pankhida aavo re hete hari ras piva - keshavdas Santvani Gujarati lyrics
તમે પ્રેમી પંખીડા આવો રે હેતે હરિ રસ પીવા
અવસર નહિ મળે આવો રે હેતે હરી રસ પીવા
જેણે સાચા સંતનો જેણે સંગ કીધો
તેને મારગ મળ્યો છે સીધો
તમે રહેશોના બીજુ જોવારે, હેતે હરી રસ પીવા
જેને સાચા ગુરૂની શાન મળી
તેને અમુલખ મૂડી આવી મળી
તેનો ગર્વ કદીના ધરવા રે, હેતે હરી રસ પીવા
જેણે હેતે હરી રસ પીધો,
તેણે આતમ અનુભવ કીધો
પછી નિજાનંદમાં રહેવા રે, હેતે હરી રસ પીવા
આ વાતો છે બહુ ઝીણી
ખાંડ વેણુમાં કીડી લે વીણી
આપણા હાથી જેવા ના બનશો રે, હેતે હરી રસ પીવા
ગુરૂ ખુશાલદાસ દયા
સમજાવી છે સીડી સીધી
No comments:
Post a Comment