Friday, February 11, 2022

Sadhubhai Sadguru Taranhar chhe | ગુજરાતી ભજન સંતવાણી | Shankardas

Sadguru Taranhar Chhe

સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..

સદગુરુ દેવના છે દેવ જે જન કરે એમની સેવ,
એમને તારે છે તતખેવ
સાધુભાઈ સદગુરુ ગરીબોના આધાર છે હે જી હો જી..

મુરખો ફોગટ માં ફુલાય ગુરૂ વિના જ્ઞાન કદી નવ થાય
કોટિક જન્મ તો વહી જાય
સાધુભાઈ શાસ્ત્રોનો એવો પોકાર છે હે જી હો જી ..

માટે સદગુરુ ચરણોમાં જા જઈને આતમ તત્વ વિચાર
બેડલીને ઉતારે ભવપાર
સાધુભાઈ અનુભવીનો એવો ઉદગાર છે હે જી હો જી..

આ સંસાર અસાર કોઈ નર પામ્યા નહિ એનો પાર
શંકર ખેલે ખાડા ધાર
સાધુભાઈ સદગુરુ હૈયા ના હાર છે હે જી હો જી..


 
 
 


No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...