Thursday, April 30, 2020

Satguru kabir ki vani satynam ki kahe kahani સતગુરુ કબીર કી વાણી સત્યનામ કી કહે કહાની

Satguru kabir ki vani satynam ki kahe kahani


સતગુરુ કબીર કી વાણી સત્યનામ કી કહે કહાની

સત્યનામ કી રાહ ચલે જો  2  ઉસને અમર પદ પાયે...

સતગુરુ કબીર કી વાણી .....

સત્યનામ તીન લોક સે ઉચા સત્યલોક સે આયે...2

સતયુગ ત્રેતા દ્વાપર કલિયુગ સબ મે ડંકા બજાય..

સત્યનામ કે દમ સે દુનિયા  2  ટિકિ હુઇ હે સારી....

સતગુરુ કબીર કી વાણી...

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ

જબ જબ યહા કાલપુરુષ ને  2 જુઠા માયા જાલ રચાયા

સત્યલોક સે સત્યપુરુષ કા  ચારો યુગમે પ્રાગટ્ય હુઆ હે

ઉનકે સ્વરો સે ગુંજા 2 સત્યનામ સત પુરુસ  કી વાણી

સતગુરુ કબીર કી વાણી.....

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ

સતગુર કબીર કી વાણી બળી હે કલ્યાણ કરી

હર જિવકો આવાગમન સે હે મૂક્તિ દે ને વાલી

જો જીવ સત્યનામ જપે ગા 2 ઉસ જીવ કી મૂક્તિ હોગી

સતગુર કબીર કી વાણી.

સત્યનામ કી રાહ ચલે જો ઉસને અમર પદ પાયે

સતગુરુ કબીર કી વાણી..

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ 

Gujarati Santvani Lyrics Android App Download






Wednesday, April 8, 2020

kaljug ma jati sati santase ne કળજુગમાં જતિ સતી સંતાશે ને

kaljug ma jati sati santase ne


કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં





Wednesday, April 1, 2020

Sant samaagam bhulso na bhai સંત સમાગમ ભૂલશો ના ભાઈ

Sant samaagam bhulso na bhai


સંત સમાગમ ભૂલશો ના ભાઈ
અંત વેળાની છે સાચી સગાઇ
તે માટે સદા સેવો સંતને રે ...

જનમ મરણના દુઃખ દેશે ટાળી
વહેતી વૃત્તિઓ તારી લેશે વાળી
ઉઘાડી આપશે મોક્ષની બારી
તે માટે સદા સેવો સંતને રે...

જીવના રે પારખુ સંત ઝવેરી
ગુણકારી આપશે જ્ઞાનની ગોળી
મૂળ-વાસનાને નાખશે બાળી
તે માટે સદા સેવો સંતને રે...

સંત સોદાગર સત્તના છે બેલી
જ્ઞાન રટણની આપશે થેલી
પ્રેમ-પટારામાં દેજો રે મેલી
તે માટે સદા સેવો સંતને રે...

હરિના કર્યા જીવાં નરકે સિધાવ્યા
સંતે સદ્ બોધ આપી પાછા રે વાળ્યા
કરણી કરાવીને લાવ્યા કિનારે
તે માટે સદા સેવો સંતને રે...

બીજાનું કહી કહી બહાર કાઢી નાખે
હૃદયે રટણ જરા નવ રાખે
રહેણી વિના અંતે ધૂળ જ ફાકે
તે માટે સદા સેવો સંતને રે...

ઉપરના દાંત ગુલાબના ગોટા
ભીતર દાંત લોઢાના છે ખૂંટા
રામ-રાવણના ઝગડા છે ખોટા
તે માટે સદા સેવો સંતને રે...

ચાર વેદની છે ચોરાશી છે પાકી
નવમણ સૂતર ગૂંચાય હું તો થાકી
પાંચમા વેદની મુક્તિ મેં માંગી
તે માટે સદા સેવો સંતને રે...

માણેકદાસ સેવા નવ તજીયે
મુકુન્દ કબીરને નિશદિન ભજીયે
જ્ઞાન-વૈરાગ્યના શણગાર સજીયે
તે માટે સદા સેવો સંતને રે...

Gujarati Santvani Lyrics Android App Download




Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...