Tuesday, March 17, 2020

Aaj mari mijmani che raj આજ મારી મિજમાની છે રાજ,

Aaj mari mijmani che raj

આજ મારી મિજમાની છે રાજ,
મારે ઘેર આવના મહારાજ.

ઊંચા સે બાજોઠ ઢળાવું,
અપને હાથ સે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું,
રુચિ રુચિ પાવના મહારાજ. ... આજ મારે ઘેર.

બુહ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઊભી ઊભી ચામર ઢોળું રાજ,
લાગો સુહામણા મહારાજ. ... આજ મારે ઘેર.

ડોડા એલચી લવિંગ સોપારી,
કાથા ચૂના પાન બિચ ડારી,
અપને હાથસે બીડી બનાઉં,
મુખસે ચાવના મહારાજ. ... આજ મારે ઘેર.

મોર મુકુટ પીતાંબર સોહે,
સુરનરિ મુનિજન કૈ મન મોહે,
મીરાં કે પ્રભુ ગિરધરલાલ,
દિલ બીચ ભરના મહારાજ. ... આજ મારે ઘેર.
Gujarati Santvani Lyrics Android App Download




vijaline chamkare motida parovo re panbai વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

vijaline chamkare motida parovo re panbai 

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગાસતી રે એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
Gujarati Santvani Lyrics Android App Download








Monday, March 16, 2020

Meru to dage jena man na dage marne bhagi pade Brahmadji મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;

Meru to dage jena man na dage marne bhagi pade Brahmadji

મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી - મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.
Gujarati Santvani Lyrics Android App Download





Aasli je sant hoy te chale nahi koi di અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ

Aasli je sant hoy te chale nahi koi di

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત

અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત

મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
Gujarati Santvani Lyrics Android App Download









Harijan avo hari gun gavay che હરીજન આવો હરિ ગુણ ગવાય છે,

Harijan avo hari gun gavay che

હરીજન આવો હરિ ગુણ ગવાય છે,
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે (૨)

માતા-પિતા સુત બંધવ ધરા,અંત સમયે નથી કોઈના થનારા,
ચેતા સમજ મન (2) ક્યાં તું અથડાય છે...ભાવે ભજન કરો…

હરિ કથા કીર્તન સત્સંગ વિના, પાપના પોટલાં બાંધતાં નિશદિન,
પરનારી પરધન (2) દેખીને લોભાય છે...ભાવે ભજન કરો…

દાન -ધરમ ને દયા નથી દિલમાં, શ્રદ્ધા ના રાખે શાસ્ત્ર વચનમાં,
ષદરીપૂ ઓના (2) ફંદે મેં જો ફસાય છે...ભાવે ભજન કરો…

સુગરા હોય તે શબ્દને વખાણે, નુગરા નર તો માતામતી તાણે,
દાસ સત્તાર લેજો (૨)  શબ્દો લૂંટાય છે...ભાવે ભજન કરો…

Gujarati Santvani Lyrics Android App Download





Sunday, March 15, 2020

Mukhdani maya lagi re, mohan pyara મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

Mukhdani maya lagi re, mohan pyara

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડુ મે જોયું તારું સર્વે સુખ લાગ્યું ખારુ
મન મારું રહ્યું ન્યારું રે....મોહન પ્યારા....મુખડાની

સંસારીયાનુ સુખ એવું,ઝાંઝવાના નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા....મુખડાની

સંસારીયાનુ સુખ કાચુ, પરણીને રંડાવું પાછું
તેના ઘેર શીદ જઇએ રે મોહન પ્યારા....મુખડાની

પરણું તો હું પ્રીમત પ્યારો, અખંડ સૌભાગ્ય વાળો
રંડાવાનો ભય ભાગ્યો રે મોહન પ્યારા...મુખડાની

બાઇ મીરાં બલિહારિ આશા મને એક તારી
હું તો હવે બડભાગી રે મોહન પ્યાર ...મુખડાની
Gujarati Santvani Lyrics Android App Download









He ji rai karmno sangathi, Rana maru koi nathi હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી

He ji rai  karmno sangathi, Rana maru koi nathi

હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.

હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી

હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….

હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ … હે જી રે કર્મનો સંગાથી.
Gujarati Santvani Lyrics Android App Download




Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...